Thursday, 25 February 2021

...Santa,

...નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી


કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે

પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી


જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે

પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી


ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના

ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી


કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ

નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી...

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete

...UnTurned,

. . ...This morning felt a little strange, The sky the same, yet something changed. Her tiny steps moved straight ahead, But not once did sh...